top of page
Search

કૃપાથી તારણ ના પાંચ સિદ્ધાંતો. (TULIP)

Writer: reformedfellowshipAMD
reformedfellowshipAMD
Apr 3, 2024
4 min read

Updated: Apr 15, 2024




કૃપાથી તારણ ના પાંચ સિદ્ધાંતો નો ટૂંક માં પરિચય :-

રીફોર્મ ધર્મસુધારણા (Reformation) જે ૧૫૦૦ સદી માં અગત્ય ની જાગૃતિ બની જેમાં આ સિદ્ધાંતો ને પાછા પુન:સ્થાપિત કરવામાં આવ્યા , બાઇબલ શીખવે છે કે ઈશ્વરે તેમની કૃપા અને દયામાં લોકોને પાપ અને મૃત્યુમાંથી તારણ આપવાનું પસંદ કર્યું છે (તે પસંદગી માણસ કરે તે પહેલા , ઈશ્વર કરે છે જે એફેસી ૧:૪ માં સ્પષ્ટ છે). તારણનો રીફોર્મ સિદ્ધાંત સામાન્ય રીતે TULIP (રીફોર્મ થિઓલૉજી જે ધર્મ સુધારણા ના પાંચ મુદ્દા તરીકે પણ ઓળખાય છે) દ્વારા રજૂ થાય છે , આ સિદ્ધાંતો જેમ કેટલાક લોકો દલીલ કરે છે, તેમ માણસો એ શોધી કાઢેલા નથી, વ્યાપક રીતે કહીએ તો, અમુક લોકો ખોટી રજૂઆત કરી લોકો ને ભમાવે છે,

"રિફોર્મ્ડ થિયોલોજી માણસો ની માન્યતા નથી પણ બાઇબલ આધારિત શિક્ષણ છે જેના મૂળ 16 મી સદીના પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશનમાં મળે છે.  રોમન કેથોલિક પ્રથા ના  લીધે બાઇબલ નું શિક્ષણ ખોરવાઇ ગયું હતું, પણ ૧૫૦૦ માં રીફોર્મેશન પછી જે બાઇબલ આધારિત સુદ્ધાંતો પાછા પુન:સ્થાપિત કરવામાં આવ્યા તેનું નામ રીફોર્મ સિદ્ધાંતો. માટે આ કોઈ માણસે ચાલુ કરેલ પ્રથા નથી, ભારત માં આવનાર વિલિયમ કેરી પોતાની જીવન કથા માં આ સિદ્ધાંતો નો ઉલ્લેખ કરે છે, તદુપરાંત ગુજરાત નું આઈ. પી. મિશન આ સિદ્ધાંતો નો વારસો ગુજરાત માં લાવનાર પ્રથમ ચળવળ બની જેમાં જે. વી. એસ. ટેલર સાહેબે આ સિદ્ધાંતો નું ભાષાંતર કર્યું હતું, તેની નકલો આજે પણ ઉપલબ્ધ છે. જેને પાછળ થી હાલ ના સમય માં જાણે કે કોઈ "મંડળી વિરોધી શિક્ષણ" તરીકે ચિડવવા માં આવે છે, જાણે આ બધુ કોઈ માણસ ની ઉપજ હોય તેમ ગણવામાં આવે છે. પણ, તે તદ્દન ખોટી સમજણ છે. સી. એન. આઈ ચર્ચ ના બંધારણ માં આ સિદ્ધાંતો ને યોગ્ય ગણી ઉપરથી તેનો પ્રચાર કરવાની પણ સ્પષ્ટ છૂટ આપેલી છે. ગુજરાતી લોકો એ આ ખોવાયેલા ઇતિહાસ ને સમજવાની જરૂર છે. અલબત્ત, કેલ્વિન અને માર્ટિન લ્યુથર જેવા આગળપળતા સુધારકો નું નામ આ સિદ્ધાંતો સાથે જોડાયેલું છે, પરંતુ તેઓએ પોતે જ તેમના સિદ્ધાંતને વચન માં શોધી કાઢયાં હતા, જેમ કે તેમના "સોલા સ્ક્રીપ્ચર" ના માન્યતા દ્વારા સૂચવવામાં આવ્યું છે, તેથી રીફોર્મ સિદ્ધાંતો એ "નવી" માન્યતા પ્રણાલી નથી પરંતુ એક જે ધર્મસુધારકો સિદ્ધાંતને ચાલુ રાખવા માંગે છે તે જ છે, જે આખરે તો બાઇબલ નું શિક્ષણ છે." : (અહિયાં પુરાવા માટે ટાંકવામાં આવેલ ફોટોગ્રાફ વેસ્ટમિનિસ્ટર વિશ્વાસ નામું જે રીફોર્મ સિદ્ધાંતો નું ઐતિહાસિક સંકલન છે, તેને ૧૮૮૮ માં ગુજરાતી માં ભાષાંતર કરવામાં આવેલું હતું )



T - Total Depravity- સંપૂર્ણ અધમતા. માણસ તેની પાપી સ્થિતિમાં સંપૂર્ણપણે લાચાર છે, ઈશ્વરના ક્રોધ હેઠળ છે, અને કોઈ પણ રીતે ઈશ્વરને ખુશ કરી શકતો નથી. સંપૂર્ણ અધમતાનો અર્થ એવો પણ થાય છે કે જ્યાં સુધી ઈશ્વર કૃપાપૂર્વક તેને તેમ કરવા માટે પ્રોત્સાહિત ન કરે ત્યાં સુધી માણસ આપમેળે કુદરતી રીતે ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરશે નહીં (ઉત્પત્તિ ૬:૫; યર્મિયા ૧૭:૯; રોમનો ૩:૧૦-૧૮, યોહાન ૬:૪૪).

U - Unconditional Election- બિનશરતી પસંદગી . ઈશ્વર, અનંતકાળના ભૂતકાળથી, પાપીઓને બચાવવા માટે પૃથ્વી ના મંડાણ અગાઉ લોકોને પસંદ કરે છે, જે પસંદગી કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યોથી કમાઈ શકતો નથી (રોમન 8:29-30; 9:11; એફેસી 1:4-6,11-12). એફેસી ૧: ૧-૧૧ માં બીજી એક અગત્ય ની બાબત પુરવાર થાય છે, કે જેમની પસંદગી થાય છે, તેઓ સઘળા અચૂક તારણ પામે જ છે. માટે એવું કોઈ નથી જે પસંદ થયેલ હોય અને તારણ ન પામે. (માટે જો બધા પસંદ થયેલ હોય તો બધા સ્વર્ગ માં જાય અને કોઈ પણ નર્ક માં ન જાય- જે સત્ય નથી, માટે ચોકકસ મર્યાદિત લોકો ની જ પસંદગી થયેલી છે. માતથી 22:14, પ્રે. કૃ. 13:48)

L - Limited atonement- મર્યાદિત લોહીનું પ્રાયશ્ચિત. તેને "વિશિષ્ટ પ્રાયશ્ચિત" પણ કહેવાય છે. ખ્રિસ્ત નું લોહી પૃથ્વી પરના સઘળા લોકો ને પાપો માંથી મુક્ત કરતું નથી, પરંતુ મર્યાદિત લોકો કે જેઓ તેમનો સ્વીકાર કરે છે, તેમને જ આ લોહી નું પ્રાયશ્ચિત લાગુ પડે છે. મર્યાદિત -શબ્દ ખ્રિસ્ત ના લોહી ના મૂલ્યાંકન ને મર્યાદિત કરતું નથી, ખ્રિસ્ત નું લોહી સઘળા લોકો ને શુદ્ધ કરી શકવા સમર્થ છે, પરંતુ દેવે પ્રાયશ્ચિત ને તે રીતે ઘડ્યું નથી. પરંતુ તે લોહી ની માફી મર્યાદિત લોકો ભોગવી શકે છે, તે અર્થ માં લોહી નું પ્રાયશ્ચિત મર્યાદિત છે. ખ્રિસ્તે પસંદગી પામેલ (મર્યાદિત) લોકોના પાપનો ચુકાદો પોતાના પર લીધો અને આ રીતે તેમના મૃત્યુ સાથે તેમના જીવન માટે ચૂકવણી કરી. તે અર્થ માં પ્રાયશ્ચિત મર્યાદિત છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમણે તારણને ફક્ત દરેક માટે "શક્ય" બનાવ્યું ન હતું, પરંતુ તેમણે ખરેખર તે લોકો માટે તારણ નક્કી મેળવી લીધું છે, જેમને તેમણે પસંદ કર્યા હતા તેમાંથી કોઈ પણ લોહીના પ્રાયશ્ચિત વગર બાકી રહેતું નથી. (માતથી 1:21; યોહાન 10:11; 17:9; પ્રેરિતોનાં કૃત્યો 20:28; રોમન્સ 8:32; એફેસિયન્સ 5:25).

I - Irresistible Grace- અનિવાર્ય કૃપા. માણસ તેની પતન અવસ્થામાં, ઈશ્વરના પ્રેમનો પ્રતિકાર કરે છે, પરંતુ ઈશ્વરની તારણ માટેની કૃપા જ્યારે નક્કી કરેલ સમયે તેના હૃદયમાં કામ કરે છે ત્યારે માણસ તેને રોકી શકતો નથી. ભલે, માણસો કૃપા નો પ્રતિકાર કરી શકે છે, પણ જ્યારે ઈશ્વર માણસ ને તારણ માટે નક્કી કરેલ સમયે કૃપા વરસાવે છે, ત્યારે શાઉલ માંથી જેમ પાઉલ બને છે, તેની માફક માણસ તે કૃપા નો અનુભવ અનિવાર્ય કરે છે અને અનિવાર્ય પરિવર્તન પામે છે. માટે, તારણ ફક્ત ઈશ્વર ની કૃપા હોય ત્યારે જ થાય છે, માણસ તે માટે કોઈ વધારે કે ઓછું પરાક્રમ પેદા કરવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે કે, ઈશ્વરની કૃપા પસંદગી પામેલ લોકોમાં તેના બચાવ કાર્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ ક્યારેય જશે નહીં (યોહાન 6:37,44; 10:16).

P - Perseverance of saints સંતોની દ્રઢતા. ઈશ્વર તેમના સંતોને પડતા અટકાવે છે; આમ, તારણ શાશ્વત છે (યોહાન 10:27-29; રોમનો 8:29-30; એફેસિ 1:3-14). કોઈ પણ વ્યક્તિ તારણ પામ્યા પછી તારણ ને ગુમાવી શકતું નથી, કેમકે પસંદ થયેલ વ્યક્તિ ફરી પાછો ના-પસંદ થઈ શકે નહીં.

આ સિદ્ધાંતો સુવાર્તાપ્રચારની આવશ્યકતા પર બોજા રૂપ નથી:-

કેટલાક લોકો કહે છે, રીફોર્મ સિદ્ધાંતો એવું શીખવે છે, ઈશ્વર જ જો તારણ માટે આપની પસંદગી કરતાં હોય, અને અમુક લોકો ની પસંદગી થાય અને બીજા ની ન થાય , તો પછી સુવાર્તા આપવાની કોઈ જરૂર જ નથી. જે તદ્દન ખોટી દલીલ છે. વિલિયમ કેરી રીફોર્મ હતા. રીફોર્મ સિદ્ધાંતો શીખવે છે કે ખ્રિસ્તીઓ આધ્યાત્મિક રીતે ધર્મ પ્રચાર દ્વારા અને સામાજિક રીતે પવિત્ર જીવન દ્વારા એક ફરક લાવવા માટે વિશ્વમાં કાર્ય કરે છે. પરંતુ , તેમની ઉપર ઈશ્વર પોતાના સર્વોપરીપણા માં પસંદગી નું કાર્ય કરે છે. ઈશ્વર ભલે પસંદ કરે પરંતુ તે સુવાર્તા પ્રચાર નો ઉપયોગ કરી પસંદગી નો ઠરાવ પાર પાડે છે.

 
 
 

Comments


Post: Blog2_Post
bottom of page